Saturday, 6 December 2014

Surat Railway Station way to world class, Project of Rs.2,500 crore

 

Hunger of development witnessed in Surat city is unmatched. The city team led by Mayor went to Delhi to make presentation on proposed restructuring project of existing railway station before the Indian Railway Station Development Corporation Limited. City architect Sanjay Joshi was part of this team. He showcased a model of proposed design of railway station. The original plan was to make presentation before the Railway Minister, but he skipped the event for some other engagement. The team of Surat, therefore made presentation before top officials of Railway ministry and Government of India. Mayor of Surat said, the city wants its railway station matching to its economic status. Railway station offers first glimpse of city and it should be clean, good for hygiene and beautiful. As per the presentation, the total area of project will be 2.27 lakh sqm. Total cost will be Rs. 2,500 crore. If started on time, the project may complete by year 2019.A special purpose vehicle committee will be formed. It will include members of Railway board, SMC and state government. 1 lakh sqm area will be occupied by solar panel for electricity generation. SMC will offer 4 FSI to project. Entire area of railway station will be covered and therefore there shall be no chance of unauthorized person entering inside the complex. The entry will be permitted only through RFID token. The project is capable to earn 100% profit once ready, as per an estimate. Surat Railway station which is number 2 railway station in terms of earning it makes for the Railways will be reconstructed. According to Surat Municipal Commissioner Milind Torvane, Mayor Niranjan Zanzmera, MP CR Patil and Darshna Jardosh, the presentation was made in this regard before Principal Secretary of Prime Minister’s office,Railway Minister and others in Delhi last week. After a green signal received from Delhi, tenders have been invited for appointment of consultant for reconstruction project. In a press conference held today in Surat, the city leaders said that after they showcased the model of proposed railway station at Surat in Delhi, the Railway Minister and other top officials of Railway department requested to leave the model there in Delhi. They said Surat will be the first railway station to have facilities more than airport and it will be developed under Public Private Partnership(PPP) model for the first time in India. They said, Prime Minister office’s AK Sharma is taking special interest in this project and he has directed the officials to decide a deadline of completion of this project. Surat Railway station witnesses daily twolakh footfalls. It is India’s one of the biggest and most congested railway station where every hour, 8,000 passengers move. According to municipal commissioner Milind Torvane, the railway station here will witness dail 4 lakh footfalls by year 2030 as per an estimate. Once the new railway station is ready, it will be able to accommodate movements of 8 lakh passengers daily. Surat based architect Sanjay Joshi has prepared a design of proposed railway station on honorary basis. He said the new railway station is built as per proposed design will have 600 running meter platform instead of existing 300 meter. Not a single passengers will need to come of the train without having platform. He said there will be four 60-storeyed towers and over1 crore sq ft construction through FSI 4. By selling the space for shops and offices, the cost of reconstruction will be recovered. Driving vehicle straight to 12.5 meter height, direct access to platform from vehicle, bus service connected to ground floor of railway station, possibility of movement in 360 degree in any direction from the train, provision of converting complex to air conditioned facility, food plaza, multiplex and malls on railway station, modern waiting lodge, restricted entry to complex only for those having ticket – etc are some of the features the new railway station will have. The project will cost Rs. 3,000 crore.











૩૦૦૦ • કરોડ ખર્ચનો અંદાજ મુકાયો • ૪ વર્ષ જેટલો સમય ડેવલપમેન્ટમાં લાગશે • ૨.૨૭ • લાખ ચોરસમીટર જમીન મળશે • ૧ કરોડ સ્ક્વેર ફૂટનું બાંધકામ કરાશે • ૬૦ માળના ૫ ટાવર ઊભા કરાશે • ૧૪૦ પ્લેટફોર્મ સાથેનો અંડરગ્રાઉન્ડ બસડેપો ફાસ્ટ ટ્રેક પ્રોજેક્ટ તરીકે આગળ વધવા રેલવે મંત્રાલયનું પાલિકાને ગ્રીનસિગ્નલ વર્લ્ડ કલાસ બિલ્ડિંગ સાથે સેવન સ્ટાર સુવિધાઓનો અનુભવ કરાવશે આઇકોનિક ટાવર, ફૂટ ઓવરબ્રિજ, એસ્કેલેટર, મોલ, રેસ્ટોરન્ટ, બસ ડેપો, ર્પાકિગની સુવિધા ગંદકી અને અવ્યવસ્થાને મુદ્દે દેશભરમાં પંકાયેલું સુરત રેલવે સ્ટેશન હવે પશ્ચિમી દેશોના અત્યાધુનિક રેલવે સ્ટેશનો જેવું રૂપ ધારણ કરવા જઇ રહ્યું છે. અત્યાર સુધી સુરતને બદનામી આપતું રેલવે સ્ટેશન નજીકના ભવિષ્યમાં સુરતને દેશભરમાં નામના અપાવે એ માટે પાલિકાએ કમર કસી છે. રેલવે સ્ટેશનના ક્લેવર બદલવા નવી ટેકનોલોજી સાથે અફલાતૂન બિલ્ડિંગો ઊભી કરી આયોજનબધ્ધ વિકાસ કરવા કેન્દ્રીય રેલવે મંત્રાલય સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરાયું છે. શહેરના આર્િકટેક્ટ સંજય જોશી દ્વારા તૈયાર કરાયેલું આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ રેલવે મંત્રાલયે 'ફાસ્ટ ટ્રેક' પ્રોજેક્ટ તરીકે આગળ વધવા આ દિશામાં પાલિકાને ગ્રીન સિગ્નલ આપ્યું છે. એકવખત કામગીરી શરૂ થયા બાદ ત્યારપછીના માત્ર ચાર વર્ષમાં જ રૂા. ૨૫૦૦ થી ૩૦૦૦ કરોડના ખર્ચે સુરત રેલવે સ્ટેશનની ચમકદમક બદલાઇ જશે. એવો પાલિકાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સુરત રેલવે સ્ટેશનને દેશભરમાં નજરાણું બનાવવા પાલિકાએ કરેલી મહેનત રંગ લાવી છે. રેલવે મંત્રાલય સમક્ષ બે દિવસ અગાઉ રજૂ થયેલા પ્રેઝન્ટેશનની વડાપ્રધાન કચેરી દ્વારા નોંધ લેવાઇ છે. એવું મેયર નિરંજન ઝાંઝમેરાએ કહ્યું હતું. તો પ્રતિદિન બે લાખ પ્રવાસીઓની અવરજવર વચ્ચે સુરત રેલવે સ્ટેશનન વર્લ્ડ કલાસ બનવા જઇ રહ્યું છે. છેલ્લા ચાર માસથી શહેરના આર્િકટેક્ટ સાથે પાલિકા દ્વારા કરવામાં આવેલી મહેનતને અંતે પીપીપી ધોરણે દેશમાં ડેવલપ થનારા રેલવે સ્ટેશનોમાં સુરત સ્ટેશનના સૌપ્રથમ રૂપરંગ બદલાવા જઇ રહ્યાં હોવાનું શહેરના સાંસદ સી.આર.પાટીલ અને દર્શના જરદોશે ઉમેર્યું હતું. આ દિશામાં શનિવારે મહાપાલિકામાં રેલવે સ્ટેશનના પ્રેઝન્ટેશન સાથેની એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં સુરત રેલવે સ્ટેશનના વર્લ્ડ કલાસ બિલ્ડિંગ સાથે સેવન સ્ટાર સુવિધાઓનો અનુભવ મળી રહે એ પ્રકારની સુવિધાઓ વિકસાવવાનું પ્લાનિંગ રજૂ કરાયું હતું. • ૬૦ માળના પાંચ આઇકોનિક ટાવર ઊભા કરાશે પાલિકામાં રજૂ થયેલા પ્રેઝન્ટેશનમાં સહરા દરવાજાથી વરાછા ગરનાળા સુધીનો ભાગ અત્યાધુનિક રીતે ડેવલપ કરવામાં આવશે. રેલવે, રાજ્ય સરકાર અને પાલિકા હસ્તકની કુલ ૨.૨૭ લાખ ચો.મીટર જમીન ઉપર રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે. આ જમીન ઉપર એક કરોડ સ્કેવર ફૂટનું બાંધકામ કરવામાં આવશે. જેમાં ૬૦ માળના પાંચ આઇકોનિક ટાવર ઊભા કરવામાં આવશે. આ બિલ્ડિંગોમાં મોલ, હોટલો, રેસ્ટોરન્ટ, ઓફિસો, કોફી શોપ, સ્પા સહિતની સેવન સ્ટાર લકઝુરિયસ સુવિધાઓ હશે. સુરત બહારથી શોપીંગ માટે આવનારાઓને શહેરમાં ફરવું નહીં પડે એવો પાલિકા દ્વારા વિશ્વાસ વ્યક્ત કરાયો છે. મુસાફરો વાહન લઇ સીધા પ્લેટફોર્મ ઉપર પહોંચી શકશે દેશભરમાં નજરાણું બની રહેનારા સુરત રેલવે સ્ટેશનની છત્ત ઉપર સોલાર પેનલ લગાવી વીજળીની બચત કરવામાં આવશે. આ ઉપરાંત ૩.૭ મીટરની હાઇટ ઉપર પહેલા માળે આવેલા પ્લેટફોર્મ ઉપર સીધા વાહન લઇને જઇ શકાશે એ પ્રમાણે નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં, બીજા માળે ૧૨.૫૦ મીટરની હાઇટ ઉપર પણ વાહન લઇ જઇ શકાશે. એ પ્રકારનું અદ્ભૂત પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પ્લાનિંગમાં હાલના ચાર પ્લેટફોર્મને વધારી છ પ્લેટફોર્મ કરવામાં આવ્યા છે. આ તમામ પ્લેટફોર્મ હોરીઝોન્ટલ મુવીંગ વોક તથા એસ્કેલેટર સાથે એકબીજાથી કનેક્ટ રહેશે. પ્લેટફોર્મની લંબાઇ પણ ૩૦૦થી મીટરથી વધારી ૬૦૦ મીટર કરવામાં આવી છે. • વર્ષ ૨૦૫૫ સુધીના ટ્રાફિકને ધ્યાનમાં રાખી ડેવલપેમન્ટ હાલ સુરત રેલવે સ્ટેશને બે લાખ મુસાફરો પ્રતિદિન નોંધાઇ રહ્યા છે. પ્રતિ કલાક આઠ હજાર મુસાફરો સુરત સ્ટેશને આવી રહ્યાં હોવાનો સરવે કરાયો છે. આ સરવેને આધારે ભવિષ્યની ગણતરી કરી આગામી સાડા ચાર દાયકા એટલે કે, ૨૦૫૫ સુધીના ટ્રાફિકને ધ્યાનમાં રાખી સુરત રેલવે સ્ટેશનનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેમાં હયાત ચાર પ્લેટફોર્મને બદલે છ પ્લેટફોર્મની તૈયારી, ચારેય દિશામાંથી પ્લેટફોર્મ ઉપર પહોંચવા કનેક્ટિવીટી અને સરળતા રહેશે. સ્ટેશનની બહારથી જ પ્રવાસીઓ ટ્રેનનો બોગી નંબર પણ જાણી શકશે.સ્ટેશનના અન્ડરગ્રાઉન્ડમાં ૧૪૦ પ્લેટફોર્મનો બસ ડેપો રેલવે સ્ટેશનથી બહાર નીકળ્યા વિના જ મુસાફરોને બસ સુવિધા પણ મળી રહેશે. રેલવે સ્ટેશનના અન્ડરગ્રાઉન્ડ ભાગમાં ૧૪૦ બસો એકસાથે ઉપડી શકે એ પ્રકારના બસના પ્લેટફોર્મ તૈયાર કરાશે. આ ઉપરાંત ૧૦૦ બસો સ્ટેન્ડ બાય રહે એટલી કેપેસીટી સાથેનો ડેપો ઊભો કરવામાં આવશે. સહરા દરવાજાથી વરાછા ગરનાળા સુધીના ભાગમાં અન્ડરગ્રાઉન્ડ બસ ડેપો બનાવાશે. જ્યાં સ્ટેટ કેરેજ, સીટી બસ, બીઆરટીએસ રૂટ ઉપર દોડતી બસની સીધી કનેક્ટિવીટી મળી રહેશે. • જીફઁની રચના કરાશે, દર પખવાડિયે મંત્રાલયને રિપોર્ટ રેલવે બોર્ડના અધિકારીઓ અને સભ્યો સમક્ષ રજૂ થયેલા પ્રેઝન્ટેશન બાદ આ દિશામાં ઝડપથી કામગીરી શરૂ થાય તે માટે મહાપાલિકા દ્વારા રેલવે મંત્રાલયનો સતત સંપર્ક કરવામાં આવશે. રેલવે સ્ટેશનનો આધુનિક ઢબે વિકાસ કરવા એક એસપીવી (સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ)ની રચના કરવામાં આવશે. એરપોર્ટ કક્ષાનું રેલવે સ્ટેશન વિકસાવવા એસપીવી દ્વારા રેલવે મંત્રાલય સાથે સતત સાથે સંકલન કરવામાં આવશે. પ્રિન્સિપાલ સેક્રેટરી દ્વારા તારીખ સાથે પ્રોજેક્ટમાં આગળ વધવા સુચના આપવામાં આવી હતી. સાથોસાથ દર પખવાડિયે ફોલોઅપ સાથેનો રિપોર્ટ રજૂ કરવા સુચના અપાઇ હતી.

Wednesday, 12 November 2014

Some facts about INDIA

Some facts about INDIA


1.  Devide Us, Unit us.

2. It's dangerous to talk to strangers but it's perfectly okay to marry one.


3. You need to studied till 8th class to become a peon, You don't need any qualification to run a country

4. The shoes we wear are sold in showrooms. The vegetables we eat r sold on

5.  ranks 6th in the billionaires per country.It's also home to 1/3rd of d world's extreme poor.

6. In our elections, we don't vote for the candidate we like most, we vote for the one we dislike the least

7.  Most people who over the GITA and KURAN have probably never read either Book.
8. Everyone is hurry in but no one reaches on .

9. It's Okay to piss in public but it's not okay to kiss in public

10. In our country, you have to look both ways to cross one way road.



Thursday, 5 June 2014

CHariTarTH UNaGaR PHoToGraPHy


Charitarth Unagar is Photographer as well as Designer he completed his engineering (Information Technology). He started his Photography by first camera Nikon Coolpix 3500 and loves camera.

Here is self designed photo tag of CHariTarTH UNaGaR PHoToGraPHy.This tag is licensed under the Creative Commons Attribution-Share Alike 3.0 Unported license. 
 



More Information visit Wikipedia Photography 
Official Photostream  Photos

Sunday, 25 May 2014

Charitarth Unagar


About Me

Charitarth Unagar was a student at Dharmsinh Desai University for the course of B.Tech (IT Engg.) and he completed his training for .Net at Itsource Technologies Limited,Surat. Unagar describe himself as a dream designer. Unagar was born on 21st April 1993 at Surat and now he living with his unagar family. After completing 12th for the further study went to Dharmsinh Desai University held in Nadiad. He loves the camera and started designing the dream on the way he want. he says that ”I don’t want to be a schedule man” & “Always believe in those things which are not visible” - CH UNGR
Charitarth Unagar went to SV Highschool. He started talking in Interest in computer when he was 14. In that time unagar family shifed about 12 times. After completing 10th unagar got admission at SSGV and he started his higher study there. After all he choose the Dharmsinh Desai University as his further education society for IT Engineering (Completed in May 2014).Since many years his father Mr.Himmat Unagar strugling as share broker. Big brother Manthan employee in industry as Electrical Engineer.

  Favorite Quotations

    "Always Believe In Those Things Which Are Not Visible" - CH UNGR

Tuesday, 1 October 2013

First Look At Site

              About Biography, Photography And Contact Web Here. @2013

Sunday, 1 September 2013

Piano Tutorial By Charitarth Unagar




Airtel Musical Instrument Piano Tutorial. 



Do Pal From Movie Veer Zaara, Piano Tutorial.

Wednesday, 26 June 2013

૨૦૧૪ ફેસબુક ઇલેક્શન?

                                    

ફેસબુક ઇલેક્શન
૨૦૦૮ની અમેરિકાની સામાન્ય ચૂંટણીઓને લોકો ફેસબુક ઇલેક્શન તરીકે ઓળખાવે છે. ૨૦૦૮ની અમેરિકાની ચૂંટણી અગાઉની તમામ ચૂંટણીઓ કરતાં અલગ હતી. એ સમયે અમેરિકામાં પણ ફેસબુક, માય સ્પેસ, ઇ-મેલ કે ટ્વિટર શબ્દો બહુ જાણીતા નહોતા. એ વખતે બરાક ઓબામા બહુ જાણીતા નહોતા. શિકાગોમાંથી માત્ર માઇનોર રિપ્રેઝેન્ટેન્ટિવ તરીકે બહુ ઓછા જાણીતા બરાક ઓબામાને સોશિયલ મીડિયાની ટેક્નોલોજીમાં એક જબરદસ્ત તાકાતનાં દર્શન થયાં. તેમણે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી ટેક્નોસેવી યુવાનો અને અખબારો નહીં વાંચતા કે ટીવી ન્યૂઝ નહી જોતાં લોકો સુધી પોતાના સંદેશ, વિચારો અને પોતાના ખ્યાલો પહોંચાડયા. ચૂંટણી જીતવાની ઝુંબેશથી માંડીને ચૂંટણી ફંડ એકત્ર કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. એ વાત નોંધપાત્ર છે કે ફેસબુક, માય સ્પેસ, ઇ-મેલ કે ટ્વિટરનો ઉપયોગ કરનારો વર્ગ જૂની પેઢીના નેતાઓની ટીવી ડિબેટ જોતો,સાંભળતો નથી. અમેરિકાનો સોશિયલ મીડિયાનો બંધાણી વર્ગ - વોટર્સ ૨૫ વર્ષ કરતાં ઓછી ઉંમરનો છે. એ બધાં જ સોશિયલ મીડિયા દ્વારા બરાક ઓબામાના સંપર્કમાં આવ્યા અને બરાક ઓબામાએ અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી જીતી લીધી. અમેરિકા ઇતિહાસમાં પહેલી જ વાર એક અશ્વેત નાગરિક પ્રેસિડેન્ટ બન્યો. તેમની જીત એ સોશિયલ મીડિયાનો પ્રભાવ હતો.
અલગ ઓડિયન્સ
૨૦૧૪ની ભારતની લોકસભાની ચૂંટણીને લાગેવળગે છે ત્યાં સુધી ભારતીય જનતાપાર્ટી અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની બાબતમાં કોંગ્રેસ કરતાં આગળ છે. સોશિયલ મીડિયાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં કોંગ્રેસ હમણાં હમણાં જાગી છે. એ જાણી લેવાની જરૂર છે કે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલો વર્ગ સાવ અલગ છે અને અલગ ભાષા જ બોલે છે. તેઓ ચૂંટણીની પરંપરાગત ઝુંબેશનો ભાગ નથી. આ વર્ગ ચૂંટણી સભાઓમાં જતો નથી. આ વર્ગને કલાકો સુધી તેમના નેતાને જોવા-સાંભળવા માટે તાપમાં બેસી રહેવાનું ગમતું નથી. જાહેરસભાઓમાં લોકોને પરાણે બોલાવવા પડતા હોઈ જાહેરસભાઓમાં લોકોની હાજરી મેનેજ કરેલી હોય છે. જાહેરસભામાં હાજર રહેલા લોકોને મતદાર બનાવી શકાતા નથી, કારણ કે તેઓ ખરીદેલું ઓડિયન્સ છે. જ્યારે સોશિયલ મીડિયા દ્વારા તમે યુવાનોનાં દિલ અને દિમાગને સીધાં સ્પર્શી શકો છો. સોશિયલ મીડિયા દ્વારા વોટર્સ સાથે ઇન્ટરેક્ટ પણ કરી શકાય છે.
ટેક્નોસેવી યુવાનો ફેસબુક કે ઇ-મેલ દ્વારા નેતાને પ્રશ્નો પૂછી શકે છે અને પ્રતિભાવ પણ આપી શકે છે. જે જાહેરસભાઓમાં શક્ય નથી.
૧૪૦ મિલિયન નેટ યુઝર્સ
ભારતને લાગેવળગે છે ત્યાં સુધી ભારતમાં ૧૪૦ મિલિયન લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ લોકો ભારતની વસતીના કુલ ૧૧ ટકા થાય છે. ભારતમાં ફેસબુક ઝડપથી લોકપ્રિય થતી જાય છે. હવે ઓફિસબોયથી માંડીને કરિયાણાની દુકાન ધરાવનાર વ્યક્તિને પણ પોતાની ફેસબુક હોય છે. સોશિયલ મીડિયાનો સહુથી મોટો વર્ગ વસતીના પ્રમાણમાં સહુથી વધુ અમેરિકા છે. બ્રાઝિલ બીજા નંબરે છે. ભારત પણ હવે ફેસબુકની બાબતમાં આગળ વધી રહ્યું છે. આ વર્ષના ગયા માર્ચ સુધીમાં ભારતમાં ૬૧.૫ મિલિયન ફેસબુક એકાઉન્ટ્સ હતાં. એપ્રિલમાં તે આંકડો ૬૪ મિલિયન થઈ ગયો. તેમાંથી ૭૬ ટકા લોકો ૧૮થી ૩૪ વર્ષની વચ્ચેના હતા. તેમાં ૭૫ ટકા વ્યક્તિઓ પુરુષ હતી. ભારતની કુલ વસતીના ૫.૪૪ ટકા આ લોકો છે. ભારતની લોકસભાની ગઈ સામાન્ય ચૂંટણીઓમાં ૭૧૬ મિલિયન મતદારો હતા તેમાંથી ૪૧૭ મિલિયન લોકો (૫૮ ટકા) મતદાન કર્યું હતું. તેમાંથી ૨૦૦ મિલિયન મતદારો એટલે કે ૨૮ ટકા મતદારો ૨૫ વર્ષથી નીચેની વયના હતા. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે ૮૦૦ મિલિયન રજિસ્ટર્ડ મતદારો હશે તેમાંથી ૧૧૦ મિલિયન જેટલા મતદારો તેમના જીવનમાં પહેલી જ વાર મતદાન કરશે. નોંધપાત્ર વાત એ છે કે ૨૫ વર્ષ કે તેથી ઓછી ઉંમરનો આ યુવાવર્ગ જ્ઞાતિ, ધર્મ, જાતિવાદ કે ઉચ્ચ નીચ એવા વર્ગમાં માનતો નથી. આ વર્ગને ચિંતા માત્ર નોકરી, ધંધો અને કાયદો ને વ્યવસ્થાની જ છે. તેથી ૨૦૧૪ની ચૂંટણી વખતે ઉદારમતવાદી આ મતદાર કોને મત આપશે તે કળવું મુશ્કેલ છે.
૬૭ મતવિસ્તારો
દેશભરના રાજકીય વિશ્લેષકોની નજર હવે આ નવા અને યુવા મતદારો પર છે. નિષ્ણાતો માને છે કે ભારતમાં હાલ જે ૬૪ મિલિયન ફેસબુક યુઝર્સ છે તે ૨૦૧૪માં ૮૦ મિલિયન થઈ જશે. તેઓ કેટલાક ચાવીરૂપ મતવિસ્તારોમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ અનુસાર દેશના ૬૭ મતવિસ્તારો એવા છે કે જ્યાં ફેસબુક વપરાશકારો હાર જીતમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. બાકીના મતવિસ્તારોમાં સોશિયલ મીડિયાની અસર ઓછી અથવા બિલકુલ નહીં હોય. અલબત્ત, ૬૭ મતવિસ્તારો પર ફેસબુક વોટર્સનો પ્રભાવ ઓછો ના ગણાય.
જનરેશન નેક્સ્ટ
આ નવા પ્રવાહની સાથે સાથે ફેસબુક કે સોશિયલ મીડિયાની કેટલીક મર્યાદાઓ પણ છે. એક તો દરેક મતદાર પાસે ફેસબુક એકાઉન્ટ નથી અને ભારતમાં જેમની પાસે ફેસબુક છે તે બધા જ મતદાન કરવા જશે તેની કોઈ ગેરંટી નથી. આ કારણથી ૨૦૧૪ની ચૂંટણીમાં સોશિયલ મીડિયા કેટલો પ્રભાવ પાડે છે. તેમાં પણ ચૂંટણીનાં પરિણામો પછી જ સાચો ખ્યાલ આવશે. એવું પણ બની શકે કે જેમની પાસે ફેસબુક છે તે વ્યક્તિએ મતદાર બનવા માટે નામ જ નોંધાવ્યું ના હોય. કેટલીક વાર એવું પણ બને છે કે ફેસબુક ધરાવનાર વ્યક્તિ તેના મતક્ષેત્રની બહાર વસતી હોય. ભારત એક વિશાળ અને જટિલ દેશ છે. સોશિયલ મીડિયા એક નવી ટેક્નોલોજી અને નવું માધ્યમ છે. ફેસબુક વપરાશકર્તાઓને હવે મંદિર - મસ્જિદ કરતાં જોબ, સલામતી અને કારકિર્દીમાં વધુ રસ છે એ વાત બધા જ રાજકીય પક્ષોએ નોંધવા જેવી છે. તેથી જે રાજકીય પક્ષ સોશિયલ મીડિયાના પ્રભાવનો ઉપયોગ કરવા માંગતો હોય તેણે જનરેશન નેક્સ્ટ અર્થાત્ નવી પેઢીને પોતાનું નામ મતદાર તરીકે નોંધાવે તેની ઝુંબેશ ચલાવવી જોઈએ. અને એક વાર તેઓ મતદાર બની જાય તે પછી ચૂંટણીના દિવસે મત આપવા પણ જાય તે માટે તેમને પ્રેરવા જોઈએ. તેથી નવી પેઢી મતદાર બને અને મત આપે તો જ સોશિયલ મીડિયા અસરકારક બની શકશે. સોશિયલ મીડિયા પર માત્ર ચૂંટણીપ્રચાર કે વિચારોની રજૂઆત કે માત્ર પ્રોપેગેન્ડા કરવાથી પરિણામ હાંસલ નહીં થાય. દેશમાં પરિવર્તન લાવવું હોય તો જનરેશન નેક્સ્ટને મતદાનમથક સુધી લઈ જવી પડશે.